નામ આગળ ચોકીદાર લગાવી શકું નહીં : સ્વામી

નવી દિલ્હી, તા. 24 : ભાજપના સાંસદ સુબ્રહ્મણ્યમ્ સ્વામીએ ફરી એકવાર પોતાના પક્ષ પર નિશાન તાક્યું છે. તેમણે `મૈં ભી ચૌકીદાર' અભિયાનના ઉલ્લેખમાં કહ્યું હતું કે, મેં મારું નામ બદલ્યું નથી. હું બ્રાહ્મણ છું. હું ચોકીદારને શું કરવું તેનો આદેશ આપીશ ત્યારે હું મારા નામની આગળ ચોકીદાર લગાવી શકું નહીં. સ્વામીનું આ નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે સ્વામીએ ગઇકાલે જ નરેન્દ્ર મોદી અને અરુણ જેટલી પર નિશાન તાક્યું હતું અને દાવો કર્યો હતો કે વડાપ્રધાન કે નાણામંત્રીને અર્થવ્યવસ્થાની કોઇ જાણકારી નથી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer