ગુરુગ્રામ મારપીટ કેજરીવાલે મોદી ઉપર તાક્યું નિશાન

 હિટલર સાથે કરી તુલના
 
નવી દિલ્હી, તા. 24 : ગુરૂગ્રામમાં હોળીના દિવસે થયેલી મારપીટની ઘટના ઉપર રાજનીતિ શરૂ થઈ ચુકી છે. એક તરફ વિડિયો વાયરલ થયા બાદ પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. તો બીજી તરફ કેજરીવાલે આ ઘટનામાં મોદી ઉપર નિશાન તાકીને તેમની તુલના હિટલર સાથે કરી હતી. સમગ્ર ઘટના ભોન્ડસીની છે. જેમાં હોળીની સાંજે 20-25 શખસોએ એક ઘટરમાં ઘૂસીને મારપીટ કરી હતી. આ મારપીટ દિલશાદના ઘરમાં થઈ હતી. ફરીયાદમાં કહેવામાં આવ્યું હતું કે, મેદાનમાં ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે બોલાચાલી થઈ હતી પછી તમે પાકિસ્તાન જાઓ તેમ કહીને શખસોએ હુમલો કર્યો હતો. આ મારપીટનો વિડિયો સોશિયલ મિડિયા ઉપર પણ વાયરલ થયો હતો. આ ઘટના સંબંધિત અહેવાલ શેર કરતા કેજરીવાલે કહ્યું હતું કે, હિટલર પણ સત્તા માટે આ જ કરતો હતો. હિટલરના ગુંડા લોકોને મારતા હતા, ખુન કરતા હતા. મોદીજી પણ સત્તા માટે આવું જ કરી રહ્યા છે અને હિટલરના રસ્તે ચાલી રહ્યા છે.
Published on: Mon, 25 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer