વેપારીઓનાં લાઇસન્સ રદ કરવાનો નિર્ણય

વેપારીઓનાં લાઇસન્સ રદ કરવાનો નિર્ણય
મુંબઈમાં ફટાકડાનું વેચાણ થશે બંધ

મુંબઈ, તા. 24 : દિવાળી, લગ્ન અને રાજકીય પક્ષ દ્વારા વિજય કે સફળતાની ઉજવણીના કાર્યક્રમોમાં ફટાકડા ફોડયા સિવાય આનંદના રોમાંચ જેવી લાગણી આપણને અનુભવાતી નથી. આ ફટાકડાને લીધે આગ લાગવાથી ઘણી વાર જાનમાલનું મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે. તે સમયે સરકારી યંત્રણાની આંખો ઊઘડે છે. તે અંગે ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓએ કરેલી માગણી અને અદાલતે આપેલા આદેશને પગલે મુંબઈ મહાપાલિકાએ શહેરના લગભગ બધા ફટાકડા વેચનારાઓના પરવાના રદ કરવાનો નિર્ણય લીધો છે.
તેના કારણે આગામી સમયમાં ફટાકડા ખરીદવા માટે મુંબઈની બહાર જવું પડે એવી શક્યતા છે. માત્ર દિવાળીના તહેવારો નિમિત્તે ફટાકડા વેચવા માટે કામચલાઉ પરવાનગી આપવાની વિચારણા સત્તાવાળાઓ ચલાવી રહ્યા છે.
ભાજપના નગરસેવક જ્ઞાનમૂર્તિ શર્માએ બે વર્ષ પહેલાં પાલિકામાં નોટિસ અૉફ મોશન રજૂ કરીને જણાવ્યું હતું કે ફટાકડા વેચનારા વેપારીઓ કે દુકાનદારો તેના વેચાણ અંગેની શરતોનું પાલન કરતા નથી. વધુમાં ક્ષમતા કરતાં વધારે ફટાકડાનો સંગ્રહ કરે છે.
ચંદ્રકાંત નારાયણ લાસુરેએ વર્ષ 2015માં વડી અદાલતમાં જનહિતની અરજી કરીને જણાવ્યું હતું કે ફટાકડાને લીધે લોકોની સલામતી જોખમમાં મુકાય છે. એ અંગે વડી અદાલતે 25મી અૉક્ટોબર, 2016ના દિવસે આપેલા આદેશમાં જણાવ્યું હતું કે રહેણાકની ઇમારતો અને ભીંડનાં સ્થળોએ ફટાકડાનાં વેચાણ અને સંગ્રહ માટે પરવાનગી આપવામાં આવે નહીં.
મુંબઈમાં ફટાકડા                             અત્યાર સુધી           સ્પોટ વિઝિટ પછી
વેચનારા વેપારીઓ                         રદ કરાયેલા            રદ થનારા                
પરવાના                   પરવાના
કાયમી ધોરણે પરવાના                     98                        62
ધરાવનારા વેપારીઓની
સંખ્યા 160             
કામચલાઉ ધોરણે                             58                         25
પરવાના ધારકોની સંખ્યા 83 
Published on: Mon, 25 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer