પાકિસ્તાન દ્વારા શત્રવિરામ ઉલ્લંઘનમાં જવાન શહીદભારતે ચોકી ઉડાડી

પાકિસ્તાન દ્વારા શત્રવિરામ ઉલ્લંઘનમાં જવાન શહીદભારતે ચોકી ઉડાડી
શ્રીનગર,તા.24: જમ્મુ-કાશ્મીરમાં અંકુશરેખાએ પાકિસ્તાનની શત્રવિરામ ભંગની અળવીતરી કરતૂતો જારી છે. જેમાં પૂંચ જિલ્લામાં કરવામાં આવેલા ભારે ગોળીબારમાં એક ભારતીય જવાન શહીદ થઈ ગયો છે. બીજીબાજુ અખ્નૂર સેક્ટરમાં પાકિસ્તાને કરેલા શત્રવિરામ ભંગની જવાબી કાર્યવાહીમાં ભારતે પાક.ની એક ચોકી ઉડાવી નાખી હતી. જેનો વિડીયો પણ બહાર આવ્યો હતો. જેમાં પાક.ની નષ્ટ ચોકી ઉપર લટકતો પાક.નો ઉંધો રાષ્ટ્રધ્વજ દેખાતો હતો. જે ગંભીર સંકટનો ઈશારો આપવા માટેનો સંકેત છે.
પૂંચમાં પાકિસ્તાન તરફથી શનીવારથી ભારે ગોળીબાર શરૂ થયા હતાં. આ શત્રવિરામ ઉલ્લંઘનમાં પાક. દળોએ મોર્ટર પણ દાગ્યા હતાં અને નાના હથિયારોથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાની દળો છેલ્લા કેટલાક દિવસથી ભારતીય રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યા છે. શનીવારે સાંજથી પાક. દળોએ પૂંચનાં શાહપુર અને કેરની વિસ્તારો ઉપર ગોળીબાર શરૂ કર્યા હતાં. ભારતીય દળોએ પણ તેનો બરાબરીનો જવાબ આપ્યો હતો. જો કે આ સામસામા ગોળીબારમાં આજે વહેલી પરોઢે ભારતનો એક જવાન ગંભીર રીતે ઘવાયો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થઈ ગયું હતું.
સંરક્ષણ સૂત્રોનાં હવાલેથી મળેલા અહેવાલ અનુસાર શનીવારે લેવામાં આવેલા એક વિડીયોમાં પાક.ની ચોકી ઉપર ઉંધો ઝંડો લટકતો જોવા મળ્યો હતો. 

Published on: Mon, 25 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer