ઈશાન મુંબઈમાંથી કિરીટ સોમૈયા જ

ઈશાન મુંબઈમાંથી કિરીટ સોમૈયા જ
અમૂલ દવે તરફથી
મુંબઈ, તા. 24 : ઈશાન મુંબઈમાંથી ભાજપના વિદ્યમાન સંસદસભ્ય કિરીટ સોમૈયાને ટિકિટ મળશે કે નહીં એની અટકળોનો અંત આવી ગયો છે. સુમાહિતગાર સાધનોએ જણાવ્યું હતું કે કિરીટ સોમૈયાની તાજેતરની નવી દિલ્હીની મુલાકાત બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે પક્ષનું મોવડીમંડળ તેમને ટિકિટ આપવા સંમત થઈ ગયું છે. જો શિવસૈનિકોના વિરોધને લીધે પીઢ સંસદસભ્યને ટિકિટ આપવામાં નહીં આવે તો પક્ષમાં ખોટો મેસેજ જશે એવું કેન્દ્રીય નેતૃત્વને સમજાવવામાં કિરીટભાઈ સફળ થયા છે. રાજકીય વર્તુળો નામ ન જણાવવાની શરતે કહે છે કે કિરીટભાઈએ છેલ્લા બે દિવસથી જોરશોરથી તેમનો પ્રચાર શરૂ કરી દીધો છે અને કિરીટભાઈનો વિરોધ ન કરવા શિવસૈનિકોને સમજાવવા માતોશ્રીમાં મધ્યસ્થીઓને મોકલવામાં આવ્યા છે. દર વખતની જેમ આ બેઠકના ઇન્ચાર્જ તરીકે હાઉસિંગ મિનિસ્ટર પ્રકાશ મહેતાનું નામ જાહેર કરાયું છે. આમ ઘીના ઠામમાં ઘી પડયું રહ્યું છે અને ભાજપે એક ગુજરાતી ઉમેદવારને મુંબઈમાંથી ટિકિટ આપી છે.
Published on: Mon, 25 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer