કૉંગ્રેસમાં જોડાવાનો સપના ચૌધરીનો ઈનકાર, ભાજપ સાથે સંપર્કનો સ્વીકાર

કૉંગ્રેસમાં જોડાવાનો સપના ચૌધરીનો ઈનકાર, ભાજપ સાથે સંપર્કનો સ્વીકાર
નવીદિલ્હી,તા.24: બગબોસની પ્રતિસ્પર્ધી અને હરિયાણાની જાણીતી ગાયિકા અને ડાન્સર સપના ચૌધરીએ કોંગ્રેસ માટે મુંજવણભરી સ્થિતિ ઉભી કરી દીધી છે. શનીવારે તે કોંગ્રેસમાં જોડાઈ ગયાની અફવા ઉડી હતી અને આજે તેણે પોતે જ ખુલાસો કરતાં કહ્યું હતું કે તે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાઈ નથી. જો કે તેણે ભાજપ તરફી ઝુકાવનો ઈશારો કરતાં એટલું ચોક્કસ કહ્યું હતું કે જો તે કોઈનાં સંપર્કમાં હોય તો એ ભાજપ છે.
સપના ચૌધરીએ આ રદિયો આપતાં કહ્યું હતું કે, પ્રિયંકા ગાંધી સાથે મારા જે ફોટો સામે આવ્યા છે, તે ઘણા જુના છે. તે કોઈ રાજકીય પાર્ટીમાં જોડાઈ નથી. તેનાં માટે તો તમામ રાજકીય પક્ષો એક સરખા જ છે.  આ સાથે જ સપના ચૌધરીએ ઘટસ્ફોટ કરતા કહ્યું હતું કે હું કોંગ્રેસ નહીં પણ ભાજપના મનોજ તિવારીના સંપર્કમાં છું.  બિગબોસની પ્રતિસ્પર્ધી સપનાએ ખુલાસો કરતા કહ્યું હતું કે, તેણ કોંગ્રેસના નેતા રાજ બબ્બર સાથે મુલાકાત કરી જ નથી. ના તો કોંગ્રેસ માટે પ્રચાર કરશે. આ સાથે જ તેણે એમ પણ સ્પષ્ટ કર્યું છે કે, તે 2019ની લોકસભાની ચૂંટણી નહીં લડે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer