અયોધ્યા : અૉલ ઇન્ડિયા મુસ્લિમ બોર્ડે ચર્ચા કરી

નવી દિલ્હી, તા. 25 : અૉલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ (એઆઈએમપીએલ)ની વર્કિંગ કમિટીની બેઠક અયોધ્યાના મુદ્દે ગંભીરપણે સલાહ-મસલત કરવા રવિવારે બંધબારણે  મળી હતી.
એઆઈએમપીએલના સભ્ય સૈયદ કાસીમ રસૂલ ઇલિયાસે જણાવ્યું હતું કે વર્કિંગ કમિટીના લગભગ 70 ટકા સભ્યો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડના પ્રતિનિધિઓ પણ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. જોકે, મિટિંગમાં શું ચર્ચાયું - વિચારાયું તે અંગે કશું પણ કહેવાનું ઇલિયાસે નકાર્યું હતું.

Published on: Mon, 25 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer