`મહિનામાં શુદ્ધ હવા આપો અથવા કરોડ ચૂકવો''

નવી દિલ્હી, તા. 25 : છ રાજ્યોએ હવાઈ પ્રદૂષણ અંગેના પોતાના આદેશનું પાલન નહીં કર્યાનું નોંધતાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)એ મહારાષ્ટ્ર, પંજાબ, આસામ, ઝારખંડ, ઉત્તરાખંડ અને નાગાલૅન્ડના મુખ્ય સચિવોને એક આદેશ દ્વારા આગામી મહિના સુધીમાં શુદ્ધ હવા માટેની કામગીરી પૂરી કરવા અથવા રૂા. એક કરોડનો દંડ ભરવા જણાવ્યું છે.
તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ 31 ડિસેમ્બર, 2018 સુધીમાં કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ મંડળને 102 `નોન-એટેન્મેન્ટ'ની યાદીમાંનાં શહેરોના સંદર્ભે પોતાના `પ્લાન્સ' આપવાના હતા અને 31 જાન્યુઆરીમાં તે અંગેની મંજૂરી મેળવવાની હતી.
જોકે આ છ રાજ્યો વારંવાર જણાવવા છતાં ટ્રિબ્યુનલના 8 અૉક્ટોબર, 2018ના આદેશનું પાલન કરવામાં નિષ્ફળ ગયાં છે, એમ એનજીટી બેન્ચના અધ્યક્ષે જણાવ્યું હતું. હવે રાજ્યો આનો શું જવાબ આપવો તે અંગે ભારે દ્વિધામાં છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer