ઉનાળુ વૅકેશન : પશ્ચિમ રેલવે 198 વિશેષ ટ્રેનો દોડાવશે

મુંબઈ, તા. 25 : ઉનાળુ વૅકેશન (એપ્રિલથી જૂન) દરમિયાન પશ્ચિમ રેલવે 198 વિશેષ ટ્રેનો દોડાવશે એમ પશ્ચિમ રેલવેના સીપીઆરઓ રવીન્દ્ર ભાકરે જણાવ્યું હતું. આ પૈકી ચાર ટ્રેન મુંબઈથી, 
બે અમદાવાદથી અને એક હૈદરાબાદ - જયપુર વચ્ચે શરૂ કરવામાં આવશે.
09005/09006 મુંબઈ સેન્ટ્રલ - નવી દિલ્હી (દ્વિ-સાપ્તાહિક) સુપરફાસ્ટ એ.સી. સ્પેશિયલ (48 ફેરા) દર રવિવાર અને શુક્રવારે બપોરે 4.00 વાગ્યે મુંબઈ સેન્ટ્રલથી રવાના થશે અને બીજે દિવસે સવારે 7.55 વાગ્યે નવી દિલ્હી પહોંચશે. આ સેવા 12 એપ્રિલથી 30 જૂન સુધી ચાલુ રહેશે.
09009/09010 બાંદરા ટર્મિનસ - મેંગલોર જંક્શન સ્પેશિયલ 16 ફેરા કરશે. તે બંને દિશામાં બોરીવલી, વસઈ રોડ, પનવેલ અને રોહા સ્ટેશને ઊભી રહેશે. જ્યારે 09433/09434 બાંદરા ટર્મિનસ - ગાંધીધામ (વીકલી) સુપરફાસ્ટ 24 ફેરા અને 09023/09024 બાંદરા ટર્મિનસ - ઇન્દોર (વીકલી) સુપરફાસ્ટ 24 ફેરા કરશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
મધ્ય રેલવે સીએસએમટી - કોચુવેલી અને પુણે - એર્નાકુલમ વચ્ચે 32 વીકલી ઉનાળુ વિશેષ ટ્રેનો દોડાવશે.

Published on: Mon, 25 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer