નવા સપ્તાહની શરૂઆતમાં વધુ આંચકા

મુંબઈ, તા. 25 : ગયા સપ્તાહે સતત તેજીની ચાલમાં શુક્રવારે આંચકો પડયાનું જોવાયા પછી આજે નવા સપ્તાહના પ્રથમ સત્રમાં શૅરબજારને વધુ ઝટકો લાગ્યો, એશિયન બજારોની આજે સવારે નરમાઈ તથા અમેરિકાના અર્થતંત્રની નબળાઈની વાતોએ મંદીની અટકળો વચ્ચે સ્થાનિકમાં પણ ઊંચા મથાળે નફો બાંધવાનું માનસ આજે પણ ચાલુ રહેલું જણાયું હતું. એટલે જ આજે સવારે 9.20 વાગે બેન્ચમાર્ક સેન્સેક્ષ આગલી બંધ સપાટીની તુલનામાં 375 પોઈન્ટ્સ તો નિફ્ટી 108 પોઈન્ટ નીચો ક્વોટ થતો હતો. જે આગળ ઉપર બજાર ચાલતાં સવારે 10.05 વાગે અનુક્રમે 327 પોઈન્ટ તૂટી 37,836ની અને 97 પોઈન્ટ તૂટી 11,359ની સપાટીએ ઊતરી ગયા હતા.

Published on: Mon, 25 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer