હેમાની જીત સુનિશ્ચિત કરવા હીમેન મેદાનમાં !

હેમાની જીત સુનિશ્ચિત કરવા હીમેન મેદાનમાં !
ઉત્તરપ્રદેશમાં લોકસભાની મથુરા બેઠક માટે ભાજપનાં ઉમેદવાર હેમા માલિનીની જીત સુનિશ્ચિત કરવાં માટે હવે તેમનાં પતિ હીમેન ધર્મેન્દ્ર એક્શનમાં આવી ગયા છે. આજે મથુરાનાં પ્રવાસમાં જાટ પ્રભુત્વવાળા વિસ્તારમાં ધમેન્દ્રએ સભા પણ સંબોધી હતી અને પોતાની જાતને એક ખેડૂત પુત્ર ગણાવ્યા હતાં. આટલું જ નહીં ધમેન્દ્રએ કહ્યું હતું કે જો હેમાને જીતાડશો નહીં તો પોતે ટાંકા ઉપર ચઢી જશે શોલે ફિલ્મની જેમ!

Published on: Mon, 15 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer