ઈવીએમ સામે શંકા સાથે ફરી સુપ્રીમ કોર્ટ સમક્ષ જશે વિપક્ષ

ઈવીએમ સામે શંકા સાથે ફરી સુપ્રીમ કોર્ટ સમક્ષ જશે વિપક્ષ
50 ટકા વીવીપેટના મત ઈવીએમ સાથે સરખાવવાની માગણી દોહરાવી : ભાજપે કહ્યું, વિપક્ષે હાર કબૂલી લીધી

નવીદિલ્હી, તા.14 : સુપ્રીમ કોર્ટ દ્વારા સંસદીય મતવિસ્તારમાં આવતાં તમામ વિધાનસભા ક્ષેત્ર દીઠ એકને બદલે પાંચ-પાંચ ઈવીએમનાં મત વીવીપેટ સાથે સરખાવવાનો આદેશ આપી દીધા બાદ પણ વિપક્ષી દળોની ઈવીએમ સામેની શંકા યથાવત છે અને હવે પહેલા તબક્કાનાં મતદાન પછી ફરી એકવાર વિપક્ષોએ સામૂહિક રીતે આ ઈવીએમનાં મુદ્દાને ફરી ધગાવી દીધો છે અને વધુ એકવાર આ મામલે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવવાની તૈયારી દેખાડવામાં આવી છે.
આજે બેઠકમાં છ જેટલા વિપક્ષનાં પ્રતિનિધિઓ જોડાયા હતાં અને ઈવીએમ સામે સવાલો ઉઠાવતા બેલેટ પેપરથી મતદાનની હિમાયત કરી હતી. બીજીબાજુ ભાજપે વિપક્ષની આ બેઠકને પરાજયનો સ્વીકાર ગણાવીને કટાક્ષ કર્યો હતો.
આજની આ બેઠક બાદ ટીડીપી અધ્યક્ષ ચંદ્રાબાબુ નાયડુ અને કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી એ કહ્યું હતું કે,  તેઓ ઇવીએમના મુદ્દાને લઇ ફરીથી સુપ્રીમ કોર્ટ જશે. નાયડુ શનિવારના રોજ પણ ઇવીએમમાં ગરબડીની ફરિયાદને લઇ ચૂંટણી પંચ પહોંચ્યા હતા. તેમનો આરોપ હતો કે, આંધ્રપ્રદેશમાં ગુરૂવારના રોજ પહેલાં તબક્કાના વાટિંગ દરમિયાન 4000થી વધુ ઇવીએમમાં ખરાબી આવી હતી. આજે તેમણે કહ્યું કે, બહુ ઓછા દેશ છે જે ઇવીએમનો ઉપયોગ કરી રહ્યાં છે. જો આપણે વોટર્સનો વિશ્વાસ જીતવો હોય તો બેલેટ પેપરનો ઉપયોગ કરવો પડશે. 
Published on: Mon, 15 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer