કિંગ કોહલી અને કૂલ ધોની ભારતને ફરી વિશ્વ કપ જીતાડી શકે છે : શ્રીકાંત

કિંગ કોહલી અને કૂલ ધોની ભારતને ફરી વિશ્વ કપ જીતાડી શકે છે : શ્રીકાંત
ન્યૂયોર્ક, તા.22: ભારતના પૂર્વ ઓપનિંગ બેટસમેન અને પસંદગી સમિતિના પ્રમુખ રહી ચૂકેલા કૃષ્ણામાચારી શ્રીકાંતે કહ્યું છે કે વર્તમાન કેપ્ટન વિરાટ કોહલી કયારે પણ તેની જવાબદારીથી ભાગતો નથી. જે એક સારા સુકાનીના લક્ષણ છે. તે મહેન્દ્રસિંહ ધોની સાથે મળીને ભારતને ફરી વિશ્વ કપ અપાવી શકે છે. ભારતની 1983ની વિશ્વ વિજેતા ટીમના સભ્ય રહેલ શ્રીકાંત 2011માં પસંદગી સમિતિનો પ્રમુખ હતો. ત્યારે ટીમ ઇન્ડિયા 28 બાદ ફરી વર્લ્ડ ચેમ્પિયન બની હતી.
શ્રીકાંતનું માનવું છે કે કોહલીની આક્રમકતા અને ધોનીનો શાંતચિત રવૈયો ભારતને ફરી વિશ્વ કપ અપાવી શકે છે. કિંગ કોહલી અને કૂલ ધોનીની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા ફરી વર્લ્ડ ચેમ્પિયન બની શકે છે. ટીમ ઇન્ડિયા ખિતાબ જીતવા સક્ષમ છે. શ્રીકાંતે કહ્યંy કે આત્મવિશ્વાસની વાત આવે ત્યારે કપિલ દેવ યાદ આવે છે. ઝનૂન માટે સચિન, આક્રમકતા માટે વિરાટ, દ્રઢતા માટે ધોની. શ્રીકાંતે આ વાત અહીં યૂનિસેફના એક કાર્યક્રમ દરમિયાન કરી હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer