ગુલબદિન અફઘાનિસ્તાનની વર્લ્ડ કપ ટીમનો ટૅપ્ટન ઝડપી બોલર હસનને તક

ગુલબદિન અફઘાનિસ્તાનની વર્લ્ડ કપ ટીમનો ટૅપ્ટન ઝડપી બોલર હસનને તક
કાબૂલ, તા.22: 31 વર્ષીય ઝડપી બોલર હામિદ હસન અને પૂર્વ કેપ્ટન અસગર અફઘાનીને વર્લ્ડ કપની અફઘાનિસ્તાનની આજે જાહેર થયેલી ટીમમાં જગ્યા મળી છે. ટીમનું નેતૃત્વ ગુલબદિન નઇબ સંભાળશે.  હામિદ હસન છેલ્લે જૂન 2016માં વન ડે રમ્યો હતો. 1પ ખેલાડીની અફઘાનિસ્તાનની વર્લ્ડ કપ ટીમમાં આઇપીએલમાં રમી રહેલ સ્ટાર સ્પિનર રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન અને મોહમ્મદ નબી જેવા ખેલાડી સામેલ છે. અફઘાનિસ્તાનની ટીમ વર્લ્ડ કપમાં તેનો પહેલો મેચ ઓસ્ટ્રેલિયા સામે 1 જૂને રમવાની છે. 
અફઘાનિસ્તાનની ટીમ: ગુલબદીન નઇબ (કેપ્ટન), મોહમ્મદ શહઝાદ (વિકેટકીપર), નૂર અલી જારદાન, હજરતુલ્લાહ જજઇ, રહમત શાહ, અસગર અફઘાની, હશમતુલ્લા શાહિદી, નજીબુલ્લાહ જારદાન, સમીઉલ્લાહ શિનવારી, મોહમ્મદ નબી, રાશિદ ખાન, દાઉદલ જાવત અને મુજીબ ઉર રહેમાન.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer