એશિયન બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં બિષ્ટે વિશ્વ વિજેતા મુક્કેબાજને હાર આપી

એશિયન બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં બિષ્ટે વિશ્વ વિજેતા મુક્કેબાજને હાર આપી
બેંગ્કોર, તા.22: કવિન્દરસિંઘ બિષ્ટ (પ6 કિલો)એ વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન કેરાટ યેરાલિયેવને હરાવીને એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપના સેમિમાં પહોંચીને ભારત માટે ચંદ્રક પાકો કરી લીધો છે.  જ્યારે સોનિય ચહલ (પ7 કિલો) સેમી ફાઇનલમાં પહોંચી ગઇ છે. કવાર્ટર ફાઇનલમાં મુક્કેબાજ બિષ્ટ જોરદાર દેખાવ કરીને અપસેટ કર્યોં હતો અને વર્લ્ડ ચેમ્પિયન કઝાકિસ્તાનના યેરાલિયેવને હાર આપી હતી. જ્યારે સોનિયાએ કોરિયાની જો સોનને હાર આપી હતી. નેશનલ ચેમ્પિયન દીપક સિંહ (49 કિલો)એ પણ સેમી ફાઇનલમાં જગ્યા બનાવી છે. વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર લવલીના બોરગોહેન (69 કિલો)નો તાઇવાનની ચેન નિએન સામે હાર થઇ હતી. 

Published on: Tue, 23 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer