કોલંબોમાં શાંગરીલા હૉટેલમાં રોકાયેલા જનતા દળ-એસના બે નેતાનાં ધડાકામાં મોત

બેંગલોર, તા. 22 : શ્રીલંકામાં થયેલા આઠ શ્રેણીબદ્ધ ધડાકામાં અત્યાર સુધી 290 લોકોના મોત થઈ ચૂક્યા છે, જેમાં કર્ણાટકના સત્તારૂઢ પક્ષ જેડી-એસના બે નેતાનાયે મોત થવા સાથે પાંચ લાપતા છે.
જેડી-એસના કે.જી. હનુમંથરપ્પા અને એમ. રંગપ્પાના મોતને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે સમર્થન આપ્યું હતું, આ બન્ને નેતા રજા ગાળવા શ્રીલંકા ગયા હતા.
બન્ને નેતા કોલંબોની શાંગરીલા હોટલમાં રોકાયા હતા, તેવું કહેતા મુખ્યમંત્રી કુમારસ્વામીએ જણાવ્યું હતું કે, જેડીએસ  નેતાઓના નિધનથી સ્તબ્ધ છું. પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરું છું. પોલીસ વડા પુજુથજયસુંદ્રાએ 11 એપ્રિલે આવા હુમલાની ચેતવણી આપી હતી. એલર્ટમાં તેમણે કહ્યું હતું કે તૌહિદ જમાત નામનું સંગઠન આત્મઘાતી હુમલાની તૈયારીમાં છે.
 

Published on: Tue, 23 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer