મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન સરકારને 120 કરોડ નહીં ચૂકવે તો વાનખેડે સ્ટેડિયમથી એને હાથ ધોવા પડશે

મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન સરકારને 120 કરોડ નહીં ચૂકવે તો વાનખેડે સ્ટેડિયમથી એને હાથ ધોવા પડશે
મુંબઈ, તા. 22 : મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન ક્લબ (એમસીએ)ની શાન ગણાતું વાનખેડે સ્ટેડિયમ એમસીએ ખોઈ બેસે તેવી શક્યતા છે. લીઝ રિન્યુઅલ, બાકી નીકળતા સરકારી લેણાં, વાનખેડે સ્ટેડિયમ અને એમાં આવેલા ક્રિકેટ બોર્ડના હૅડક્વોટર્સમાં મંજુરી વગર કરાયેલા ફેરફાર અને બીજા અન્ય કારણોસર રાજ્ય સરકાર અને એમસીએ વચ્ચે વિવાદ ઊભો થયો છે. 
મુંબઈ સિટિ કલેક્ટર શિવાજી જોંધાલેએ 16 એપ્રિલે એમસીએને નોટિસ મોકલી હતી. તેમાં એમસીએ પાસેથી 120 કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. જો એમસીએ દેવાની ભરપાઈ નહીં કરે તો વાનખેડેની જગ્યા તેમને ખાલી કરવી પડશે. 
એમસીએ પાસે પોતાનું એક સ્ટેડિયમ હોય તેવા હેતુથી 1975માં રાજકારણી  એસ કે વાનખેડેના મૃત્યુ બાદ તેમની સ્મૃતિમાં વાનખેડે સ્ટેડિયમ બાંધવામાં આવ્યું હતું. 43,977 ચોરસ ફૂટમાં ફેલાયેલ વાનખેડે સ્ટેડિયમનો પ્લોટ એમસીએનએ 50 વર્ષની લીઝ પર આપવામાં આવ્યો હતો. 
લીઝ એગ્રિમેન્ટ મુજબ, દર મહિલે બિલ્ડ અપ એરિયા માટે પ્રતિ ચોરસ યાર્ડ માટે એક રૂપિયો અને બાકીના વિસ્તાર માટે દર મહિને પ્રતિ ચોરસ યાર્ડ માટે દસ પૈસા  એમસીએએ રાજ્ય સરકારને ચૂકવવાનું હતું. 
રાજ્ય સરકારનો આક્ષેપ છે કે, એમસીએએ પ્લોટ પર ક્રિકેટ સેન્ટર નામનું બિલ્ડિંગ બાંધ્યું હતું જે હવે ઇન્ડિયાના ક્રિકેટ બોર્ડ અૉફ કન્ટ્રોલનું હૅડક્વોટર્સ છે. આ હૅડક્વોટર્સ  બાદ ભાડાની કિંમત બદલાઈ ગઈ છે. એમસીએએ પ્લોટ પર નૂતનીકરણ કે બાંધકામ કરતા પહેલા પરવાનગી લેવી જરૂરી છે. જે એમસીએએ લીધી નથી, તેવો આક્ષેપ નોટિસમાં કરવામાં આવ્યો છે. જોંઘાલેએ કહ્યું હતું કે, લીઝના રિન્યુઅલ માટે એમસીએએ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે. તેના જવાબમાં રાજ્ય સરકારે કીધું છે કે ઍસોસિયેશનને બજાર ભાવની જેમ ભાડાના પૈસા ચૂકવવા જોઈશે. તે સિવાય બીસીસીઆઈનું હૅડક્વોટર્સ બાંધવા માટે એમસીએ પાસે જરૂરી પરવાનગી હતી કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે. 
વાનખેડે સ્ટેડિયમ ડિઝાઈન કરનાર આર્કિટેક્ચર સશી પ્રભુએ કહ્યું હતું કે, 2011 ના આઈસીસી વર્લ્ડકપ પહેલા જ્યારે વાનખેડે સ્ટેડિયમનું રિનોવેશન કરવામાં આવ્યું ત્યારે જરૂરી બધી જ પરવાનગી લેવામાં આવી છે. કોઈ જ બાંધકામ ગેરકાયદે નથી. 
વાનખેડે સ્ટેડિયમનું ઈન્સપેક્શન કરવામાં આવશે અને ત્રીજી મે ના રોજ આ બાબતે વધુ ચર્ચા કરવામાં આવશે. લીઝનું રિન્યુઅલ કરવું કે નહીં તે વિષે પણ ત્યારે જ ચર્ચા કરાશે.
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer