ઈશાનમુંબઈમાં મનોજ કોટકનો જનસંપર્ક કાર્યક્રમ

ઈશાનમુંબઈમાં મનોજ કોટકનો જનસંપર્ક કાર્યક્રમ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 22 : ઈશાનમુંબઈના મહાયુતિના ઉમેદવાર મનોજ કોટક મતદારો સુધી પહોંચવા તેમનો જનસંપર્ક કાર્યક્રમ જોરશોરથી આગળ વધારી રહ્યા છે. ભાજપ, શિવસેના અને રિપબ્લિકન પાર્ટી અૉફ ઇન્ડિયાના ઉમેદવાર મનોજ કોટકે પદયાત્રા વડે મતદારો જોડે સંવાદ સાધ્યો હતો. મનોજભાઈએ મુલુન્ડ પૂર્વની મ્હાડા કૉલોનીમાં, દિનદયાલ માર્ગમાં તેમ જ નીલમનગર પરિસરમાં પદયાત્રા કરી લોકોને પોતાનો એજન્ડા સમજાવ્યો હતો. 
મનોજભાઈએ તદુપરાંત ઘાટકોપર પશ્ચિમના કાજુટેકડી ગણપતિ મંદિર, ભાનુશાલી બાલ મંદિર, દક્ષિણમુખી હનુમાન મંદિર, સુધારસેવા સોસાયટી, યુપી હોટેલ, આઝાદનગર, સમ્રાટ અશોક બુદ્ધવિહાર, નારાયણનગર, મહેન્દ્ર પાર્ક, રાજરાજેશ્વરી કૈલાસ પાર્ક, ચિરાગનગર, દત્ત મંદિર, ફિશ માર્કેટ, સાઇસિદ્ધિ, પારસીવાડી મિત્ર મંડળ, બીએમસી કૉલોની, પોલીસ વસાહત, જય મહારાષ્ટ્ર ગણેશ મંદિર વગેરે વિસ્તારોની મુલાકાત લીધી હતી. મનોજભાઈએ દાવો કર્યો હતો કે મને જનતાજનાર્દન તરફથી ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer