``કમળ છાપ'''' ચોકીદાર ખરેખર ચોર છે : રાહુલ ગાંધી

``કમળ છાપ'''' ચોકીદાર ખરેખર ચોર છે : રાહુલ ગાંધી
સુપ્રીમ કોર્ટ સમક્ષ અગાઉના નિવેદન બદલ ખેદ દર્શાવ્યા બાદ કૉંગ્રેસપ્રમુખ ફરી ઉવાચ્
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 22 : રફાલ સોદા સંબંધમાં નિવદેન માટે સુપ્રીમ કોર્ટમાં ખેદ વ્યક્ત કર્યાના થોડા કલાદ બાદ કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, 23 મેના લોકોની અદાલત એ વાત પુરવાર કરશે કે, ``કમળ છાપ ચોકીદાર'' ખરેખર ચોર છે.
હિન્દીમાં ટ્વીટ કરતાં કૉંગ્રેસપ્રમુખે જણાવ્યું હતું કે ``23 મેના જનતાની અદાલતમાં ફેંસલો થઈ જશે કે, કમળ છાપ ચોકીદાર જ ચોર છે. ન્યાય થઈને રહેશે ગરીબોને લૂંટીને અમીર મિત્રોને લાભ આપનારા ચોકીદારને સજા મળશે.'' રફાલ ફાઈટર જેટ સોદા પરના સુપ્રીમ કોર્ટના ચુકાદાને ખોટી રીતે ટાંકવાની રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરી હતી અને જણાવ્યું હતું કે તેમણે ચૂંટણીપ્રચારના આવેશમાં આવીને આમ કર્યું હતું. આ આદેશને જોયા વિના, વાંચ્યા વિના કે તેનું વિશ્લેષણ કર્યા વિના પોતે આમ કર્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
રાહુલ ગાંધીએ એવું વચન પણ આપ્યું હતું કે તેઓ હવે મીડિયા સમક્ષ કે જાહેર પ્રવચનોમાં કોર્ટના કોઈ અભિપ્રાયો, નિરીક્ષણો કે ચુકાદાઓનો ઉપયોગ કરશે નહીં. 
કૉંગ્રેસપ્રમુખે જણાવ્યું હતું કે, તેમની પ્રતિક્રિયા રફાલ કેસમાં સરકારને કોર્ટે ક્લીન ચિટ આપી છે એવા ભાજપના દાવાના પ્રતિસાદમાં રહેતી હોય છે.
દરમિયાન કૉંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સૂરજેવાલાએ રાહુલ ગાંધીને નિશાન બનાવવા બદલ ભાજપની આકરી ટીકા કરી હતી.
``રાહુલે સુપ્રીમ કોર્ટને આપેલા જવાબનું ભાજપ દ્વારા કરાયેલું ખોટું અર્થઘટન પણ એક રીતે જોઈએ તો કોર્ટની કાર્યવાહીનો ગુનાકીય તિરસ્કાર છે, એમ સૂરજેવાલાએ જણાયું હતું. `આ મામલો હાલ કાર્યાધીન છે એટલે આનો ચુકાદો આપવાનું બંધ કરો' અમે ભારપૂર્વક કહીએ છીએ કે માત્ર એક ચોકીદાર જ ચોર છે,'' એમ સુરજેવાલાએ વધુમાં જણાવ્યું હતું.
સુરજેવાલાએ જણાવ્યું હતું કે મોદી અને તેમની `ભક્ત ચૅનલો' જુઠાણું ફેલાવી રહી છે. શું મોદીએ એએનઆઈને આપેલા ઇન્ટરવ્યૂમાં એમ નહોતું કહ્યું કે રફાલ કેસ સુપ્રીમ કોર્ટે ક્લીયર કરી દીધો છે.  એવો સવાલ સૂરજેવાલાએ કર્યો હતો શું મોદીજીએ ન્યૂ ઇન્ડિયન એક્સ્પ્રેસને એમ નહોતું કહ્યું કે, ``સુપ્રીમ કોર્ટ અને કેગે રફાલ ડીલને મંજૂરી આપી દીધી છે? એવો સવાલ સૂરજેવાલાએ કર્યો હતો. શું તેઓ (મોદીજી)એ કોર્ટનો તિરસ્કાર કરવાનો ગુનો નથી કર્યો?

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer