ભાજપે પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને તો કૉંગ્રેસે બોક્સર વીજેન્દ્ર સિંહને ટિકિટ આપી

ભાજપે પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને તો કૉંગ્રેસે બોક્સર વીજેન્દ્ર સિંહને ટિકિટ આપી
નવી દિલ્હી, તા. 23 : રાજધાની દિલ્હીની સીટો માટે મોડી રાતે ભાજપે અને કૉંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. ચૂંટણીનો રાજકીય રંગ સ્પોર્ટ્સ મેન સુધી પહોંચ્યો છે. પૂર્વ દિલ્હીથી ભાજપે પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર અને દક્ષિણ દિલ્હીથી કૉંગ્રેસે બોક્સર વીજેન્દ્ર સિંહને ટિકિટ આપી છે. 
ભાજપની નવી યાદીમાં ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને પૂર્વ દિલ્હી અને વર્તમાન સાંસદ મીનાક્ષી લેખીને ફરી એકવખત નવી દિલ્હીથી મેદાનમાં ઉતાર્યાં છે. પૂર્વ દિલ્હી બેઠક પર ગૌતમ ગંભીરનો સામનો કૉંગ્રેસના અરાવિંદર સિંહ લવલી અને આમ આદમી પાર્ટીના આતિશી માર્લેન સામે થશે. દક્ષિણ દિલ્હીની સીટ પર કૉંગ્રેસના બોક્સર વીજેન્દ્ર સિંહ સામે ભાજપના રમેશ બિઘૂડી સામે જંગ થશે જ્યારે આપમાંથી રાઘવ ચઢ્ઢા ઉમેદવારી કરશે.

Published on: Tue, 23 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer