સમુદ્રની દરેક હિલચાલ પર છે કોસ્ટ ગાર્ડની નજર

સમુદ્રની દરેક હિલચાલ પર છે કોસ્ટ ગાર્ડની નજર
મુંબઈ, તા. 23 : શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બ ધડાકા પછી હવે મુંબઈ પોલીસ સાથે કોસ્ટ ગાર્ડ પણ સતર્ક થઈ ગયું છે. કોસ્ટલ પોલીસે મુંબઈને અડીને આવેલી સમુદ્ર સીમા પર ભારતીય તટરક્ષક દળને વધુ સાવચેતીથી એલર્ટ રહેવા, બધાં સંદિગ્ધ જહાજો કે ગતિવિધિઓ પર નજર રાખવાનો આદેશ આપ્યો છે. ગેટ વે અૉફ ઇન્ડિયા કે મરીન ડ્રાઈવથી લઈ ન્હાવા શેવા કે જેએનપીટી જેવા સંવેદનશીલ વિસ્તારોમાં કોસ્ટ ગાર્ડને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. કોસ્ટ ગાર્ડનું પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.  સમુદ્રની દેખરેખ માટે ડોનિયર એરક્રાફ્ટ અને જહાજો તહેનાત કરવામાં આવ્યાં છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer