આજથી એશિયન બેડમિન્ટન ચૅમ્પિયનશિપ : સિંધુ-સાઇના

આજથી એશિયન બેડમિન્ટન ચૅમ્પિયનશિપ : સિંધુ-સાઇના
54 વર્ષ બાદ ભારતને ખિતાબ અપાવશે ?

વુહાન (ચીન) તા.23:  સ્ટાર શટલર પીવી સિંધુ અને સાઇના નેહવાલ બુધવારથી અહીં શરૂ થઇ રહેલ એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં જયારે કોર્ટમાં ઉતરશે ત્યારે તેમની નજર ભારતના 54 વર્ષના જીતના દુકાળને ખતમ કરવા પર રહેશે. એશિયન ચેમ્પિયનશીપમાં પુરુષ સિંગલ્સમાં દિનેશ ખન્ના 196પમાં વિજેતા બન્યા હતા. એ પછી કોઇ ભારતીય બેડમિન્ટન ખેલાડી આ ટૂર્નામેન્ટ જીતવામાં સફળ રહયા નથી. ગયા વર્ષે આ ટૂર્નામેન્ટમાં સાઇના નેહવાલ અને એચએસ પ્રણોયએ કાંસ્ય ચંદ્રક જીત્યા હતા. સાઇના આ ઉપરાંત 2010 અને 2016માં પણ કાંસ્ય ચંદ્રકની હકદાર રહી હતી. જયારે પીવી સિંધુને 2014માં કાંસ્ય ચંદ્રક નસીબ થયો હતો.
ભારતીય ખેલાડીઓ માટે સતત બાધા બની રહેલી નંબર વન તાઇ જૂ યિંગે એશિયન ચેમ્પિયનશીપમાંથી નામ પાછું ખેંચી લીધું છે. આમ છતાં સિંધુ-સાઇનાએ અકાને યામાગુચી, ચેન યૂફેઇ, રત્નાચોક ઇંતાનોન અને બીજા ખેલાડીઓની ચુનૌતિ પાર પાડવાની રહેશે. 
પુરુષ સિંગલ્સમાં ભારતની આશા કિંદાબી શ્રીકાંત પર રહેશે. કવાર્ટર ફાઇનલમાં તેની ટકકર ઓલિમ્પિક ચેમ્પિયન ચેન લોંગ સામે થઇ શકે છે. સમીર વર્મા તેના અભિયાનની શરૂઆત જાપાની ખેલાડી કાજુમાસા સકાઇ સામે કરશે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer