એશિયન બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં શિવ અને સરિતા સેમિમાં

એશિયન બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં શિવ અને સરિતા સેમિમાં
બેંગ્કોક, તા.23: ભારતીય બોકસર શિવ થાપાએ આજે એશિયન બોકસિંગ ચેમ્પિયનશીપના સેમિ ફાઇનલમાં પહોંચીને ભારત માટે વધુ એક મેડલ પાકો કરી દીધો છે. આથી તે આ ટૂર્નામેન્ટમાં સતત ચાર મેડલ જીતનારો ભારતનો પહેલો મુકકેબાજ પણ બની ગયો છે. શિવ થાપા ઉપરાંત મહિલા વિભાગમાં અનુભવી સરિતા દેવી (60 કિલો) પણ સેમિ ફાઇનલમાં પહોંચી ગઇ છે.  25 વર્ષીય શિવ થાપાએ લાઇટ વેઇટમાં થાઇલેન્ડના મુકકેબાજ રુજાકર્નને 5-0થી સજ્જડ હાર આપી હતી. જ્યારે સરિતા દેવીએ કઝાકિસ્તાનની રિમા વોલોસેંકાને હાર આપી સેમિમાં જગ્યા પાકી કરી હતી. આશિષકુમાર (75 કિલો) પણ સેમિ ફાઇનલમાં પહોંચી ગયો છે. 

Published on: Wed, 24 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer