એશિયન કુસ્તીમાં બજરંગ અને પ્રવીણ ફાઇનલમાં

એશિયન કુસ્તીમાં બજરંગ અને પ્રવીણ ફાઇનલમાં
શિયાન, તા.23: એશિયન કુસ્તી ચેમ્પિયનશીપના પ્રારંભે ભારતના સ્ટાર પહેલવાન અને વિશ્વ નંબર વન બજરંગ પૂનિયા 6પ કિલોના ફ્રી સ્ટાઇલ વર્ગના ફાઇનલમાં પહોંચી ગયો છે. 79 કિલો વર્ગમાં પ્રવીણ રાણાએ પણ ફાઇનલમાં સ્થાન જમાવ્યું છે. બજરંગ પૂનિયાએ સેમિ ફાઇનલમાં ઉઝબેકિસ્તાનના પહેલવાન સિરોજીદિન ખાસનોવાને સામે એક તરફી 12 વિ. 1 પોઇન્ટથી જોરદાર જીત મેળવી હતી. જ્યારે પ્રવીણ રાણાનો કઝાકિસ્તાનના પહેલવાન જી. ઉસેરબાયેવ સામે રસાકસી બાદ 3-2 પોઇન્ટથી વિજય થયો હતો.

Published on: Wed, 24 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer