સોનાની આયાત ત્રણ ટકા ઘટીને $ 32.8 અબજની થઈ

સોનાની આયાત ત્રણ ટકા ઘટીને $ 32.8 અબજની થઈ
નવી દિલ્હી, તા. 23 (પીટીઆઈ)  વર્ષ 2018-19માં દેશમાં સોનાની આયાત લગભગ ત્રણ ટકા ઘટીને મૂલ્યની દૃષ્ટિએ 32.8 અબજ ડૉલરની થઈ છે. પરિણામે ચાલુ ખાતાની ખાદ્ય મર્યાદિત રહેશે એવી ધારણા છે. ગયા વર્ષે સોનાની આયાત 33.7 અબજ ડૉલરની થઈ હતી, એમ વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું છે.
નિષ્ણાતોનું જણાવવું છે કે વૈશ્વિક બજારમાં સોનાના ભાવ નરમ થયા હોવાથી મૂલ્યની દૃષ્ટિએ સોનાની આયાત ઘટી છે. ફેબ્રુઆરીમાં નકારાત્મક વૃદ્ધિ રહ્યા બાદ માર્ચમાં આયાત 31.22 ટકા વધીને 3.27 અબજ ડૉલરની થઈ છે. વિશ્વમાં સોનાની આયાતમાં ભારત અગ્રેસર છે અને આભૂષણ ઉદ્યોગની માગ સંતોષાય છે.
માર્ચમાં આયાત વધવાથી હીરા અને આભૂષણોની નિકાસ વધવામાં સહાયક બની હતી. દેશાવરોની નિકાસ માર્ચ મહિનામાં 0.37 ટકા ઘટીને 3.42 અબજ ડૉલરની થઈ હતી. અૉક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન દેશની ચાલુ ખાતાની ખાધ વધીને જીડીપીના 2.5 ટકા થઈ હતી જે ગયા વર્ષના સમાન સમયે 2.1 ટકા હતી. એનું મુખ્ય કારણ વ્યાપક વેપાર ખાધ હતી.
સરકારે સોનાની આયાત ઉપર અંકુશ મૂકવા અનેક પગલાં લીધાં છે જે અંતર્ગત સોના પર 10 ટકા આયાત ડયૂટી અમલી બનાવી છે.
સ્થાનિક આભૂષણ ઉદ્યોગ હંમેશાં આયાત ડયૂટીમાં ઘટાડાની અને આયાતનાં ધોરણો હળવાં બનાવવાની માગ કરે છે. જેથી આભૂષણ ઉદ્યોગની નિકાસ વધારવામાં સોનું મળી રહે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer