બૅન્કોમાં અઠવાડિયામાં પાંચ દિવસના કામકાજના આદેશ નથી અપાયા : રિઝર્વ બૅન્ક

મુંબઈ, તા. 23 : કમર્સિયલ બૅન્કોમાં હવેથી પાંચ દિવસ જ કામકાજ થશે અને શનિવારે તેમ જ રવિવારે બૅન્કો બંધ રહેશે એવા કોઇ જ દિશા-નિર્દેશો અમે જારી નથી કર્યા એવી સ્પષ્ટતા રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઇ)એ કરી છે. અગાઉ સમાચાર માધ્યમોમાં એવા અહેવાલો હતા કે હાલમાં બૅન્કો મહિનાના બીજા અને ચોથા શનિવારે તેમ જ દર રવિવારે બંધ રહે છે તેના બદલે હવે તમામ શનિવાર અને રવિવારે બંધ રહેશે. આરબીઆઇએ જણાવ્યું હતું કે બૅન્કોમાં અઠવાડિયામાં પાંચ દિવસના કામકાજ સંબંધી આવા કોઇ જ દિશા-નિર્દેશો અમે બહાર નથી પાડયા તેથી અગાઉની જેમ જ બૅન્કોના કામકાજ ચાલુ રહેશે.
Published on: Wed, 24 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer