મતદાન માટે બિનરહીશ ભારતીય યુગલ આફ્રિકાથી સ્વદેશ આવ્યું

મુંબઈ, તા. 23 : લોકશાહીના પર્વ ચૂંટણીમાં મતદાન કરવાથી કેટલાય ભારતીયો દૂર રહે છે પરંતુ કેટલાય બિનરહીશ ભારતીયો મતદાનની પવિત્ર ફરજ બજાવવા માટે સ્વદેશ આવ્યા છે. આવું જ એક યુગલ આફ્રિકાના ગૅબોનથી ભારત આવ્યું છે. ગૅબોનની એક કંપનીમાં કામ કરતો 35 વર્ષનો વિહંગ ખોપકર અને તેની 34 વર્ષની પત્ની પ્રજક્તા લોકસભાની ચૂંટણીમાં મતદાન માટે ભારત આવ્યાં છે અને આજે તેમણે પોતાનો મત આપ્યો હતો. વિહંગ બારામતી મત વિસ્તારનો છે અને તેની પત્ની પ્રજક્તા ગુજરાતના વડોદરાની મતદાતા તરીકે નોંધાયેલી છે. વિહંગે આજે બારામતીમાં જ્યારે પ્રજક્તાએ વડોદરા જઇને મતદાન કર્યું હતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer