ત્રીજા તબક્કામાં 65.19 ટકા મતદાન

સૌથી વધુ આસામમાં 80.74 અને સૌથી ઓછું ઓડિશામાં 58.55 ટકા મતદાન

નવી દિલ્હી, તા.23: લોકસભા ચૂંટણીનાં સૌથી મોટા અને ત્રીજા તબક્કા માટે આજે 13 રાજ્ય અને 2 કેન્દ્રીય પ્રદેશની મળીને કુલ 117 બેઠકો માટે અમુક હિંસક ઘટનાઓ અને છમકલાઓને બાદ કરતાં એકંદરે શાંતિપૂર્ણ 65.19 ટકા મતદાન નોંધાયું હતું. જે અગાઉનાં બન્ને તબક્કાની તુલનામાં થોડું ઓછું રહ્યું છે.  જેમાં સૌથી વધુ મતદાન આસામમાં 80.74 ટકા અને સૌથી ઓછું ઓરિસ્સામાં 58.55 ટકા મતદાન નોંધાયું હતું. ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 26 અને કેરળની તમામ 20 લોકસભા બેઠકો માટે મતદાન યોજાયું હતું. 

Published on: Wed, 24 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer