ચંદા કોચરને પૂછપરછ માટે ત્રણ મેના હાજર થવા ઇડીનું ફરમાન

મુંબઈ, તા.23 : આઇસીઆઇસીઆઇ-વિડિયોકોન લોન કેસમાં આઇસીઆઇસીઆઇ બૅન્કના પૂર્વ સીઇઓ ચંદા કોચરને ત્રણ મેના અને તેમના પતિ દીપક કોચર અને દિયર રાજીવ કોચરને 30 એપ્રિલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના અધિકારીઓ સામે પૂછપરછ માટે હાજર રહેવાનું ફરમાન ઇડીએ છોડયું છે. કોચર પરિવાર અને વિડિયોકોન કંપનીના વેણુગોપાલ ધૂતના નિવાસસ્થાન સહિતના ઠેકાણાઓની ઇડી દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી તપાસ ચાલી રહી છે.

Published on: Wed, 24 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer