કોસ્ટલ રોડ પ્રોજેક્ટના કામ પર સ્ટેની મુદત હાઇ કોર્ટે ત્રણ જૂન સુધી લંબાવી

કોસ્ટલ રોડ પ્રોજેક્ટના કામ પર સ્ટેની મુદત હાઇ કોર્ટે ત્રણ જૂન સુધી લંબાવી
મુંબઈ, તા.23 : પર્યાવરણ સંવર્ધનના મુદ્દે બૉમ્બે હાઇ કોર્ટે મુંબઈમાં કોસ્ટલ રોડ યોજનાના કામ પર મૂકેલો સ્ટે આજે ત્રણ જૂન સુધી લંબાવી આપતા કોસ્ટલ રોડ યોજનાનું કામ હાલ પૂરતું ઠપ થઇ ગયું છે. સ્ટે ઉઠાવી લેવાની માગણી કરતી અરજી કોર્ટે ફગાવી દેતા પાલિકા હવે સુપ્રીમ કોર્ટમાં જશે.
આ સાથે જ આ યોજનાનો કોન્ટ્રેક્ટ ધરાવતી એલ ઍન્ડ ટી કંપનીને આ કેસમાં પ્રતિવાદી તરીકે મંજૂરી આપવાનો પણ હાઇ કોર્ટે ઇનકાર કર્યો છે. કોર્ટે કંપનીને સ્પષ્ટપણે કહ્યું હતું કે કોન્ટ્રેક્ટર માત્ર પોતાના નફા-નુકસાનની જ ગણતરી કરે છે, પર્યાવરણ સાથે તેમને કોઇ જ લેવા-દેવા નથી તેથી તમે પ્રતિવાદી ન બની શકો. આમ છતાં અમને જરૂર લાગશે તો તમારી મદદ લઇશું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer