આતંકનાં શત્ર કરતાં લોકતંત્રનું શત્ર શક્તિશાળી છે : વડા પ્રધાન

આતંકનાં શત્ર કરતાં લોકતંત્રનું શત્ર શક્તિશાળી છે : વડા પ્રધાન
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.23: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ખુલ્લી જીપમાં જઈ રાણીપની નિશાન સ્કૂલમાં જઈ ઉપસ્થિત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના પરિવારના સભ્યોને મળી તેમની પૌત્રી રૂદ્રીને તેડીને વહાલ કર્યું હતું. ત્યાર બાદ મતદાન કર્યા બાદ લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાર ઓળખપત્રને લોકતંત્રનું સૌથી મજબૂત શત્ર બતાવ્યું હતું. આ સમયે પણ મોદી મોદીના નારા લાગ્યા હતા.
તેમણે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે દેશના વોટર નિર-ક્ષીર વિવેક જાણે છે. તેમણે જણાવ્યું કે ભારત વિશ્વની સામે લોકતંત્રનાં મહાત્મ્યનું ઉદાહરણ રજૂ કરે છે. એક તરફ આતંકવાદનું શત્ર ઈંઊઉ હોય છે જ્યારે લોકતંત્રનું વોટર ઈંઉ હોય છે, તેનો ઉપયોગ કરી સૌથી વધુ મતદાન કરો. તેમણે કહ્યું કે, મતદાન કર્યા પછી જાણે કુંભમાં સ્નાન કર્યું હોય તેવો અહેસાસ થાય છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, પહેલા અને બીજા રાઉન્ડમાં લોકોએ સૌથી વધુ મતદાન કર્યું છે. તેના માટે હું તમામ મતદારોને અભિનંદન આપું છું એટલું જ નહીં પત્રકારોને પણ સામન્ય લોકોમાં જાગૃતતા લાવવા અને ચૂંટણી કવરેજને લઇને શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ મારું સૌભાગ્ય છે કે, ત્રીજા રાઉન્ડમાં મને પણ મતાધિકારનો ઉપયોગ કરવાનું સૌભાગ્ય મળ્યું છે.
Published on: Wed, 24 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer