એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં અમિતને રજત

શિયાન, તા.24: એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં બજરંગ પૂનિયાએ ગોલ્ડ મેડલ જીત્યા બાદ અમિત ધનખડેએ રજત ચંદ્રક અને રાહુલ અવારેએ કાંસ્ય ચંદ્રક જીત્યા છે. આ ઉપરાંત પ્રવીણ રાણા પણ ગઈકાલે રજત ચંદ્રક જીતવામાં સફળ રહ્યો હતો. ફાઇનલમાં હાર મળવાથી તેને રજતથી સંતોષ માનવો પડયો હતો. 74 કિલો વર્ગમાં અમિત ધનખડે ફાઇનલમાં કઝાકિસ્તાનના પહેલવાન ડેનિયાર સામે 0-5થી હારી ગયો હતો. જ્યારે રાહુલ અવારેએ પ્લેઓફમાં કોરિયાના પહેલવાન સામે જીત મેળવીને કાંસ્ય ચંદ્રક કબજે કર્યો હતો. એશિયન કુસ્તી ચેમ્પિયનશીપમાં ભારતના કુલ ચંદ્રકની સંખ્યા 5 થઈ છે. જેમાં એક સુવર્ણ, બે રજત અને બે કાંસ્ય ચંદ્રક છે.

Published on: Thu, 25 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer