આઇપીએલની આખરી ઇનિંગમાં બેયરસ્ટો શૂન્યમાં આઉટ

નવી દિલ્હી, તા.24: ઇંગ્લેન્ડના વિકેટકીપર-બેટસમેન જોની બેયરસ્ટોએ આઇપીએલમાં પહેલીવાર રમતા સનરાઇઝર્સ હૈદરાબાદ માટે અનેક મેચ વિજેતા અને મોટી ઇનિંગ રમી. જો કે વિશ્વ કપની તૈયારી અર્થે સ્વદેશ પરત ફરતા પહેલાની આખરી ઇનિંગમાં તે શૂન્યમાં આઉટ થયો હતો. ગઇકાલના ચેન્નાઇ સામેના મેચમાં બેયરસ્ટો હરભજનના દડામાં ઝીરોમાં વિકેટકીપર ધોનીના હાથે કેચ આઉટ થયો હતો. આ તેની આઇપીએલની આખરી ઇનિંગ હતી. તે હૈદરાબાદ તરફથી 10 મેચમાં 445 રન બનાવ્યા છે. તેણે વોર્નર સાથે મળીને પહેલી વિકેટમાં ચાર સદીની ભાગીદારી કરી. બેયરસ્ટોએ કહ્યુ કે આઇપીએલમાં પહેલીવાર રમવાનો આંનદ અલગ છે. મેં આઇપીએલની સિઝનનો ઘણો આનંદ લીધો છે.

Published on: Thu, 25 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer