ડિવિલયર્સના અણનમ 82 સાથે બેંગલોરનો 202 રનનો જુમલો

ડિવિલયર્સના અણનમ 82 સાથે બેંગલોરનો 202 રનનો જુમલો
પંજાબે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી

બેંગ્લોર, તા. 24 : અત્રે એમ. ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં કિંગ્સ ઈલેવન પંજાબે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરતા મેદાન પર ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે એબી ડિવિલિયર્સની અણનમ અર્ધસદી સાથે પાર્થિવ પટેલ અને માર્કસ સ્ટોઈનીસની શાનદાર બેટિંગના બળે 20 ઓવરમાં 4 વિકેટે 202 રનનો પડકારરૂપ સ્કોર ખડકયો હતો.
છેલ્લા દડા સુધી ક્રીઝ પર અણનમ ટકી રહેલા ડિવિલિયર્સે માત્ર 44 દડામાં 3 ચોગ્ગા અને સાત ગગનચૂંબી છગ્ગા સાથે ઝંઝાવાતી 82 રન ફટકારી દેતાં હરીફ પંજાબની છાવણીમાં સોપો પાડી દીધો હતો.
માત્ર ચાર રન માટે અર્ધ સદી ચૂકેલા સ્ટોઈનીસે પણ છેલ્લા દડા સુધી ટકી રહેતા 34 દડામાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 46 રન ઝૂડી દીધા હતા.
પાર્થિવ પટેલે માત્ર 24 દડામાં સાત ચોગ્ગા, બે છગ્ગા સાથે 43 રન ફટકાર્યા હતા. સુકાની વિરાટ કોહલી આ વખતે જામી શક્યો નહોતો.
કોહલીએ 8 દડામાં 2 ચોગ્ગા સાથે 13 રને શમીની બોલિંગમાં મનદીપને કેચ આપી બેસતાં જામવા પહેલાં વિકેટ ખોઈ દીધી હતી.
Published on: Thu, 25 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer