અંકિતા રૈનાએ પૂર્વ યુએસ ઓપન ચેમ્પિયન સ્ટોસૂરને હાર આપી

અંકિતા રૈનાએ પૂર્વ યુએસ ઓપન ચેમ્પિયન સ્ટોસૂરને હાર આપી
એનિંગ (ચીન), તા.24: ભારતની ટોચની મહિલા સિંગલ્સ ટેનિસ ખેલાડી અંકિતા રૈનાએ કુનપિંગ ટેનિસ ઓપનનાં પહેલાં રાઉન્ડમાં પૂર્વ યુએસ ઓપન ચેમ્પિયન સામંતા સ્ટોસૂરને હરાવીને મોટો ઉલટફેર કર્યો હતો. અંકિતા રૈનાની કેરિયરની આ સૌથી મોટી જીત છે. 178મો ક્રમ ધરાવતી અંકિતાએ બે કલાક અને 50 મિનિટની રમતના અંતે ઓસ્ટ્રેલિયન અનુભવી ખેલાડી સામંતા સ્ટોસૂર સામે 7-5, 2-6 અને 6-5થી રોમાંચક જીત મેળવી હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer