હિન્દુસ્તાન ચેમ્બર અૉફ કૉમર્સ દ્વારા પીયૂષ ગોયલ સમક્ષ રજૂઆત

હિન્દુસ્તાન ચેમ્બર અૉફ કૉમર્સ દ્વારા પીયૂષ ગોયલ સમક્ષ રજૂઆત
મુંબઈ, તા. 24?: હિન્દુસ્તાન ચેમ્બર અૉફ કૉમર્સે ગઈકાલે સોમવારે કેન્દ્રના રેલ અને કોલસા પ્રધાન પીયૂષ ગોયલ સાથે એક વાર્તાલાપનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે જીએસટી સહિત વિવિધ સમસ્યાઓ રજૂ કરી હતી. ચેમ્બરના અધ્યક્ષ બૈજનાથ રૂંગટાએ ગોયલનું સન્માન કર્યું અને એમને વેપારમાં પડતી મુશ્કેલીઓ જણાવી તથા જીએસટી માટે તેમણે જે કામ કર્યું તે માટે ધન્યવાદ આપ્યા હતા.
ગોયલે વેપાર અને ઉદ્યોગના વિકાસાર્થે સરકાર દ્વારા હાથ ધરાયેલાં વિવિધ પગલાંઓની જાણકારી આવતાં આ દિશામાં ભવિષ્યની યોજનાઓની રૂપરેખા જણાવી. એમણે વેપારના સુવ્યસ્થિત સંચાલન માટે ઉધારની રકમ વસૂલી માટે કાયદામાં મૂળભૂત સંશોધન કરવાનું આશ્વાસન આપ્યું હતું. તેમણે દેશના વિકાસ માટે મજબૂત વેપારની જરૂરિયાત જણાવી.
આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ પ્રધાન રાજ કે. પુરોહિત, સ્થાનિક સાંસદ અરવિંદ સાવંત, યુવા સેના અધ્યક્ષ આદિત્ય ઠાકરે, નગરસેવક અતુલ શાહ, આકાશ રાજપુરોહિત, રીટા મકવાણા, શાયના એન. સી. સાથે અનેક વેપારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. સજન ડોકાનિયાએ મહેમાનોનો પરિચય આપ્યો હતો અને હસમુખ સંઘવીએ વાર્તાલાપનું સંચાલન કર્યું હતું. જ્યારે કોષાધ્યક્ષ વિનોદ લોઢાએ રેલસંબંધી સમસ્યાઓ જણાવી હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer