ચાર મહિનાના તળિયેથી સોનામાં સુધારો

ચાર મહિનાના તળિયેથી સોનામાં સુધારો
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 24 : દુનિયાના ઇક્વિટી માર્કેટમાં સાધારણ નરમાઇ અને ડૉલરમાં તેજી પછી પ્રત્યાઘાતી ઘટાડો આવવાથી સોનું ચાર મહિનાના તળિયેથી સુધર્યું હતું. અલબત્ત સુધારો નજીવો રહેતા 1272 ડૉલર રનિંગ હતા. આગલા દિવસે મંગળવારે સોનાનો ભાવ 1265 ડૉલર પ્રતિ ઔંસ થઇ ગયો હતો. ચાલુ સપ્તાહમાં સોનાના મૂલ્યમાં આવેલો ઘટાડો ડૉલરને આભારી રહ્યો. ડૉલરમાં તેજી થવાથી સોનું તૂટી ગયું હતું, એમ એબીએન એમરોના વિશ્લેષક જ્યોર્જેટે કહ્યું હતું. સોના માટે હવે 1250 ડૉલરની 200 દિવસની મૂવિંગ એવરેજ મહત્ત્વની બની ગઇ છે. આ સ્તર ઉપર જળવાઇ રહે ત્યાં સુધી મોટી મંદીની શક્યતા નથી.
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનું 10 ગ્રામે રૂા. 80ના ઘટાડામાં રૂા. 32,620 હતું. મુંબઈમાં રૂા. 65 વધતા રૂા. 31,652 હતુ. ન્યૂ યોર્કમાં ચાંદી 14.80 ડૉલર રનિંગ હતી. સ્થાનિક બજારમાં એક કિલોએ રૂા. 350ના કડાકામાં રૂા. 37,750 હતી. મુંબઈ ચાંદી એક કિલોએ રૂા. 205ના ઘટાડામાં રૂા. 37,035 હતી.
Published on: Thu, 25 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer