આઈટીસીએ એનસીએલટીના દરવાજા ખખડાવતા

આઈટીસીએ એનસીએલટીના દરવાજા ખખડાવતા
લીલા વેન્ચર્સને હૉટેલોનું વેચાણ બ્રુકફિલ્ડને કરવા સેબીનો પ્રતિબંધ
 
નવી દિલ્હી, તા.24 (પીટીઆઈ) : રોકડની અછતગ્રસ્ત હૉટેલ લીલા વેન્ચર્સને તેની ચાર હૉટેલ અને અમુક અસ્ક્યામતો કેનેડિયન ઈનવેસ્ટમેન્ટ ફંડ બ્રુકફિલ્ડ એસેટ મૅનેજમેન્ટને વેચવા સામે બજાર નિયામક સિક્યુરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ અૉફ ઇન્ડિયા (સેબી)એ મનાઈ ફરમાવી છે.
હૉટેલ લીલાવેન્ચર લિ. (એચએલવીએલ)એ 18 માર્ચે જાહેરાત કરી કે તે બેંગલુરુ, ચેન્નઈ, દિલ્હી અને ઉદયપુરની હૉટેલ કેનેડિયન ઈનવેસ્ટમેન્ટ ફંડ બ્રુકફિલ્ડને રૂા.3,950 કરોડમાં વેચશે. આ માટે શૅરધારકોની મંજૂરી માગી હતી અને વોટિંગ 24 એપ્રિલે થવાનું હતું. જોકે, આઈટીસી નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)માં જઈને હૉટેલ લીલા વેન્ચરમાં સંચાલન વ્યવસ્થિત નહીં હોવાનું અને લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનના લઘુમતી શૅરધારકો હોવાનું જણાવ્યું હતું. તેમની આ રજૂઆત સેબીને મોકલવામાં આવી હતી. આ બાબતે સેબીએ હૉટેલ લીલા વેન્ચર્સને પત્ર લખ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું કે, `એચએલવીએલ વિરુદ્ધ રજૂઆત/આક્ષેપો સેબીને મળ્યા છે. આમાં રોકાણકારોના હિતોનો પ્રશ્ન છે. સેબી આ રજૂઆતોની સમીક્ષા કરી રહી છે. સમીક્ષા પૂરી ન થાય અને નિયામક દ્વારા આગળ આદેશ મળે નહીં ત્યાં સુધી કોઈ પણ પ્રકારની અસ્ક્યામતના સોદા કરવા નહીં'.

Published on: Thu, 25 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer