સાધ્વી પ્રજ્ઞાને ચૂંટણી લડતા અમે રોકી નહીં શકીએ એનઆઈએ કોર્ટ

નવી દિલ્હી, તા. 24: લોકસભા ચૂંટણીમાં ભોપાળની બેઠકના ભાજપી ઉમેદવાર પ્રજ્ઞાસિંહ ઠાકુરની ઉમેદવારી સામે થયેલી અરજી ખાસ એનઆઈએ કોર્ટે આજે કાઢી નાખી હતી. '08ના માલેગાંવ ધડાકામાં જાન ગુમાવનારના પિતાએ સાધ્વીની ઉમેદવારીને પડકારતી અને તેમને ચૂંટણી લડતા રોકવામાં આવે તેવી માગણી કરતી અરજી નોંધાવી હતી. 
ખાસ કોર્ટે જાહેર કર્યુ હતું કે કોઈને ય લોકસભા ચૂંટણી લડતા રોકવા તેની પાસે કોઈ કાનૂની સત્તા નથી અને આ બારામાં ફેંસલો કરવાનું કામ ચૂંટણી અધિકારીઓનું છે. આવી અરજી કરવા માટે અદાલત કોઈ ઉચિત મંચ નથી. સાધ્વીને જામીન આ કોર્ટે આપ્યા નથી અને અરજદારે અરજી માટે ખોટો મંચ પસંદ કર્યો છે.
Published on: Thu, 25 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer