સખી મતદાન કેન્દ્રમાં મહિલાઓને સેનિટરી નેપ્કિન્સનું પૅકેટ અપાશે

મુંબઈ, તા.24 (પીટીઆઇ) : લોકસભાની મુંબઈની તમામ છ બેઠકો પર 29 એપ્રિલે મતદાન થવાનું છે, તેમાં પરા વિસ્તારમાં `સખી મતદાન કેન્દ્રો'માં મત આપવા આવનારી તમામ મહિલાઓને ચૂંટણી પંચ તરફથી શુભેચ્છા ભેટમાં સેનિટરી નૅપ્કિન્સનું પૅક આપવામાં આવશે, એમ એક અધિકારીએ આજે જણાવ્યું હતું. વધુમાં વધુ મહિલાઓ મતદાન કરે અને લોકશાહીની પ્રક્રિયામાં ભાગીદારી કરે એવી જાગૃતિના આશયથી આ પ્રોત્સાહક ભેટ આપવામાં આવશે.
પરા વિસ્તારના તમામ 26 વિધાનસભા મત વિસ્તારોમાં ત્રણ વહીવટી ઉપ વિભાગો કુર્લા, અંધેરી અને બોરીવલી અંતર્ગત માત્ર મહિલા સરકારી કર્મચારીઓ દ્વારા સંચાલિત `સખી મતદાન કેન્દ્રો' બનાવાયા છે. આવા મહિલા વિશેષ મતદાન કેન્દ્રોમાં મતદાન કરવા આવનારી પ્રત્યેક મહિલાને ચૂંટણી પંચ તરફથી એક સેનિટરી નેપ્કિન્સનું પૅક આપવામાં આવશે. જ્યારે આવા કેન્દ્રો પર મતદાન માટે આવનારા મહિલા અને પુરુષ તમામ મતદારો માટે કૉલ્ડ ડ્રિન્કની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer