અંકુશરેખા પરના વેપારમાં સંકળાયેલા 10 આતંકવાદી ઓળખાયા

નવીદિલ્હી, તા.24 : સુરક્ષા એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરનાં 10 એવા આતંકવાદીઓની ઓળખ કરી લીધી છે જે અંકુશરેખાએ ચાલતા વેપારમાં પરોવાયેલા છે. સુરક્ષા એજન્સીઓને શંકા છે કે આ તમામ આતંકવાદી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈની મદદથી વેપારની કમાણીનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિમાં કરે છે. જે 10 આતંકવાદી ઓળખાયા છે તેમાંથી કેટલાંક પાકિસ્તાનમાં રહે છે. આ દસ આતંકવાદીમાં મેરાઝુદ્દીન ભટ, નઝીર અહેમદ ભટ, બસરત અહેમદ ભટ, શૌકત અહેમદ, નૂર મોહમ્મદ, ખુર્શીદ, ઈમ્તિયાઝ અહેમદ, આમીર, એજાઝ રહેમાની અને શબ્બીર ઈલાહીનો સમાવેશ થાય છે.
Published on: Thu, 25 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer