વડા પ્રધાન બનીશ એવું કદી વિચાર્યું ન હતું : મોદી

અક્ષય: તમારા માતાને પગારમાંથી કંઈ આપો છો? 
મોદી: આજે પણ મારા માતા મને પૈસા હાથમાં આપે છે, મારા માતાજીને પૈસાની અપેક્ષા નથી. મારો પરિવાર કોઈ સરકારી પૈસા કે સુવિધાનો ઉપયોગ નથી કરતો.  
અક્ષય : તમે સોશિયલ મીડિયા જાતે વાપરો છો? 
મોદી : હું તમને પણ ફોલો કરૂ છું. ટ્વિટરના કારણે ટ્વિન્કલજીનો ગુસ્સો મારા પર નીકળી જાય છે એટલે તમારા ઘરમાં શાંતિ રહેતી હશે! ટ્વિન્કલજીના નાનાને હું મળેલો છું, તે તમને ખબર નહીં હોય. હું તેમને સુરેન્દ્રનગરમાં મળ્યો હતો. અમે છાશ કેન્દ્રો શરૂ કર્યા હતા. 
અક્ષય: સોશિયલ મીડિયા પર મીમ્સ જોવ છો? તમને ગુસ્સો આવે છે? 
મોદી : આ મીમ્સ જોઈને હું આનંદ લઉ છું. તેની ક્રિએટિવિટી જાણું છું. હું સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોની માનસિકતા જાણી લઉ છું. હું સોશિલય મીડિયામાંથી માહોલ જાણી લઉ છું.
અક્ષય : તમે આકરા માસ્તર છો? 
મોદી : હા, હું કડક વહીવટકર્તા છું, પરંતુ આકરા હોવું અલગ વાત છે. 
અક્ષય : મને ગુસ્સો આવે ત્યારે હું બોક્સિગ બેગ પર ગુસ્સો ઉતારૂ છું, દરિયા કિનારે જઈને રાડો પાડું છું, તમે શું કરો છો? 
મોદી: મને ગુસ્સો આવે છે ત્યારે હું કાગળ લઈને બેસતો હતો, કેવી રીતે થયું, શા માટે થયું, સમગ્ર ઘટના કાગળમાં લખતો હતો. બાદમાં તેને ફાડીને ફેંકી દેતો હતો. આના કારણે મારી લાગણીઓ શમી જતી હતી અને તેમાંથી હું જાણી લેતો હતો કે મારી ભૂલ શું છે. 
અક્ષય: રાજકારણમાં તમારે કોઈ મિત્ર છે?
મોદી: હા, મિત્રતા તો ઘણાં પક્ષનાં લોકો સાથે હોવાની જ. મમતા દીદી આજે પણ વર્ષે એક બે કૂર્તા મારા માટે મોકલે છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના વર્ષમાં 3-4 વખત ઢાકાથી મીઠાઈ મોકલે છે. મમતા દીદીને આ માલુમ પડયું તો તેઓ પણ વર્ષમા એક બે વખત મીઠાઈ મોકલે છે. 
અક્ષય : ક્યારેય વડાપ્રધાન બનવાનો વિચાર હતો?
મોદી: ના, મારા દિમાગમાં વડાપ્રધાન બનવાનો વિચાર આવ્યો ન હતો. કારણ કે સામાન્ય લોકોના મનમાં આવો વિચાર આવે જ નહીં. જે પ્રમાણે મારા પરિવારની સ્થિતિ હતી તેમાં મને કોઈ સાધારણ નોકરી મળી ગઈ હોત તો પણ આખા ગામનું મોઢું મીઠું કરાવાયું હોત.
Published on: Thu, 25 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer