પાલિકાના ડૉક્ટરો પર હવે 24 કલાક નજર રખાશે

પાલિકાના ડૉક્ટરો પર હવે 24 કલાક નજર રખાશે
11.51 કરોડ રૂપિયાના ખર્ચે તેમને સ્માર્ટવૉચ પહેરાવવામાં આવશે

નવી મુંબઈ, તા. 24 : નવી મુંબઈ મહાનગર પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત કોન્ટ્રેક્ટ પર કામ કરતા મજુરોને `સ્માર્ટ વૉચ' પહેરાવ્યા બાદ હવે પાલિકાના ડૉક્ટરોના કાંડા પર પણ સ્માર્ટ વૉચ પહેરાવવામાં આવશે. ગત અઠવાડિયે પાલિકા કમિશનરે આ નિર્ણય લીધો હતો. આ યોજના અંતર્ગત નવી મુંબઈ મહાનગર પાલિકા પ્રાધિકરણમાં કામ કરતા 3,000 સ્થાયી અધિકારીઓ-કર્મચારીઓ સહિત 5,700 કોન્ટ્રેક્ટ મજુરોને પણ સ્માર્ટ વૉચ આપવામાં આવી છે. જીપીએસ સિસ્ટમ પર ચાલતી વૉચથી પાલિકાના કર્મચારીઓની દરેક હિલચાલ પર નજર રાખવામાં આવશે. 
કામ દરમિયાન અધિકારીઓ, કર્મચારીઓ, કોન્ટ્રેક્ટર મજુરોના કામ અને સમય પાલનની ગુણવત્તા સુધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પાલિકાના એક કર્મચારીએ કહ્યું હતું. સ્થાનિક અધિકારીઓ, કર્મચારીઓ, કોન્ટ્રેક્ટ મજુરો સહિત 8,700 લોકો પહેરાવવામાં આવતી સ્માર્ટ વૉચ રફ ઍન્ડ ટફ છે. જીપીએસ સિસ્ટમથી ચાલતી વૉચ ટચક્રીન, એક્સિલરોમીટર, પ્રોક્ઝિમટી સેન્સર, કૅમેરા, લોકેશન ટ્રેકિંગ, વૉટર પ્રુફ જેવા ફિચર્સ છે. પ્રત્યેક સ્માર્ટવૉચની કિંમત અંદાજે 13,200 રૂપિયા છે. કર્મચારીઓને વૉચ આપવાની યોજનાનો અંદાજિત ખર્ચ 11,51,01,000 રૂપિયા થશે. આ વૉચની કાર્યપ્રણાલીનું નિરીક્ષણ કરવા પાલિકાના મુખ્યાલયમાં વિશેષ નિગરાની કક્ષ બનાવવામાં આવ્યો છે. તેમ જ ચાર વિશેષ કર્મચારીઓની નિમણૂક કરી છે જે અૉન ડયૂટી કર્મચારીઓના કામની દેખરેખ રાખશે. પાલિકાનો કોઈ કર્મચારી વૉચને કાંડા પરથી કાઢશે કે બીજા સાથી પાલિકા કર્મચારીને પહેરાવશે, તેની સાથે ચેડા કરવાના પ્રયત્ન કરશે તો તાત્કાલિક મુખ્યાલયમાં ખબર પડી જશે. 
ડયૂટી દરમિયાન સ્માર્ટ વૉચ પહેરવાની ફરજિયાત કરવાના નિર્ણયથી પાલિકાના ડૉક્ટરોમાં નારાજગી ફેલાઈ છે. પરંતુ નિયમમાં બંધાયેલા હોવાથી કોઈ ડૉક્ટર નિર્ણયના વિરોધમાં કોઈ કાંઈ બોલતું નથી, પણ ડૉક્ટરોને કામચોર સમજાવામાં આવે છે તે વિચારથી તેઓ રોષે ભરાયા છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer