પત્નીની હત્યા : પતિની ધરપકડ

મુંબઈ, તા. 25 : ચેમ્બુરની ઠક્કર બાપા કૉલોનીના વસંત નગરમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં પતિએ પત્ની રાધા નંદકિશોર ઉજીરપૂરિયા (28)ના પેટમાં ચંપલના સોલ કાપવાની કાતર ઘુસાડી દેતાં ગંભીર રીતે ઘાયલ થયેલી ગૃહિણીનું રાજાવાડી હૉસ્પિટલમાં મરણ થયું હતું. નહેરુનગર પોલીસ સ્ટેશને હત્યાનો ગુનો નોંધી પતિની ધરપકડ કરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer