ભાજપ નેતાના ઘરે ચોરી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25 : ભાજપના મહારાષ્ટ્રના ઉપાધ્યક્ષ પ્રસાદ લાડના ઘરમાંથી સજાવટ માટે મૂકવામાં આવેલી સોનાના બનાવટની 19 કીડીઓ ચોરાઈ ગઈ છે. તેની કિંમત 76 હજાર થાય છે. પોલીસે લાડના માટુંગા ખાતે આવેલા ભાઉદાજી રોડના નિવાસસ્થાનેથી મળેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે ત્યારે મધરાત પછી આ ચોરી થયાનું જણાયું છે. પણ હજી સુધી કોઈની ધરપકડ થઈ નથી.  માટુંગા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer