IT રિટર્ન નહીં ભરવા વેપારીને સખત કેદ

મુંબઈ, તા. 25 : દક્ષિણ મુંબઈમાં કદાચ પહેલી જ વાર બન્યું છે જેમાં જ્વેલરી કંપનીને 2014-'15ના ઇન્કમ ટૅક્સ રિટર્ન સમયસર નહીં ભરવા માટે ત્રણ વર્ષની સખત કેદની સજા થઈ છે. સજા થઈ છે તેમાં મેસર્સ શાહ ટાઈમ અને જ્વેલ પ્રા. લિમિટેડના ડાયરેક્ટર પરેશ સી.શાહનો સમાવેશ થાય છે.
કોર્ટે વેપારીનો એ બચાવ માનવાનો ઇનકાર કરી દીધો હતો કે પૂરતી માહિતી ન હોવાના કારણે અને બીજા ડાયરેક્ટરે આ અંગે દુર્લક્ષ સેવ્યું હોવાથી તેઓ રિટર્ન ભરી શક્યા હતા નહીં. કોર્ટે નોંધ્યું હતું કે 2014-'15માં તો કંપનીનો બીજો ડાયરેક્ટર હતો જ નહીં. કારણ કે તે પહેલાં તેણે રાજીનામું આપ્યું હતું.
આ કેસમાં દોષિતને નોટિસ પણ મળી હતી પણ તેના તરફથી કોઈ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હતું નહીં. આ પછી મળેલી નોટિસોનો તેણે કોઈ જવાબ આપ્યો હતો નહીં.
કોર્ટે પોતાના પ્રતિ દયા દાખવવાની આરોપીની અરજ પણ ફગાવી દીધી હતી. આરોપીનું કહેવું હતું કે આ તેનો પ્રથમ ગુનો છે અને ટૅક્સની રકમ તેમણે વ્યાજ સાથે ભરી દીધી છે.
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer