મુંબઈ શહેર અને ઉપનગરોનાં 325 મતદાન કેન્દ્રો `િક્રટિકલ''

મુંબઈ, તા. 26 : શહેર અને ઉપનગરોનાં 325 મતદાન કેન્દ્રો `િક્રટિકલ' જાહેર કરાયાં છે. આ કેન્દ્રો પર વિશેષ નજર રખાશે જેથી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે વખત આવ્યે મતદાન કેન્દ્રો પર જરૂર પડયે રાજ્ય રાખીવ દળ, ફોર્સ વન અને ક્યુઆરટી પોલીસની મદદ લેવાશે.
દરેક ચૂંટણી વખતે સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાર સંઘ પોલીસ જાહેર કરે છે. જોકે આ વખતે મુંબઈમાં પોલીસે `િક્રટિકલ' મતદાન કેન્દ્રોની યાદી તૈયાર કરી છે. જેમાં મુંબઈમાં 260 અને ઉપનગરોમાં 65 મતદાન કેન્દ્રોનો સમાવેશ થાય છે.
આ તમામ કેન્દ્રો પર નજર રાખવા વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરાઈ હોઈ સીસીટીવી ફૂટેજ પણ તેને જોડવામાં આવશે. કોઈ પણ અનુચિત ઘટના થાય તો પોલીસની વધારાની ટુકડી તૈયાર રખાઈ છે.
મુંબઈના છ લોકસભા મતદાર સંઘોમાં સોમવાર, 29 એપ્રિલે મતદાન થવાનું હોઈ આ પ્રક્રિયા સરળતાથી પાર પાડવા માટે તમામ તૈયારી પોલીસે કરી છે. સોમવારે અંદાજે 50,000 પોલીસને બંદોબસ્ત માટે તહેનાત કરાશે. મેડિકલ રજાને બાદ કરતાં તેમની તમામ રજા રદ કરાઈ છે.

Published on: Fri, 26 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer