રજનીકાંત `દરબાર''માં બનશે એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ ?

રજનીકાંત `દરબાર''માં બનશે એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ ?
સાઉથના સુપરસ્ટાર રજનીકાંતના ફેન્સ માટે ખુશ કરનારા સમાચાર એ છે કે પોતાની આગામી ફિલ્મ `દરબાર'માં તે એક એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટના રોલમાં સંભવત: જોવા મળશે. ફિલ્મનું મોટા ભાગનું શૂટીંગ વિવિધ સ્થળોએ કરવામાં આવ્યું છે, જેમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મીનસ, રોયલ પામ્સ, અને ફિલ્મ સિટી જેવા લોકેશન્સનો સમાવેશ થાય છે.
રજનીકાંતની એક ઓર વિશેષતા એ છે કે તે સાદગીમાં માને છે અને તમામ ટેકનીશીયનો સાથે એક જ ટેબલ પર બ્રેકફાસ્ટ, લંચ અથવા ચાનો લ્હાવો માણે છે. તેને કદી પણ પોતાના સ્ટારપદનું અભિમાન નથી આવ્યું. `દરબાર'નું દિગ્દર્શન એ.આર. મુરુગાદોસે કર્યું છે અને તામિલમાં બનનારી ફિલ્મ હિન્દી ભાષામાં પણ ડબ અને રિલીઝ કરાશે.
Published on: Thu, 16 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer