કમ્પ્લિશન સર્ટિફિકેટ માર્ચ સુધીમાં મળ્યું હશે તો 12 ટકા જીએસટી લાગશે

નવી દિલ્હી, તા. 17 : સેન્ટ્રલ બોર્ડ અૉફ ઇન્ડાયરેક્ટ ટૅક્સિસ (સીબીઆઈસી)એ જણાવ્યું 
છે કે જે હાઉસિંગ પ્રોજેક્ટને 31 માર્ચ સુધીમાં કમ્પ્લિશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું 
હશે તો ઘર ખરીદનારે બિલ્ડરને ચૂકવવાની થતી બાકીની રકમ પર 12 ટકા જીએસટી ચૂકવવો પડશે.
જે બિલ્ડરને તેમના આવી રહેલા પ્રોજેક્ટ માટે પહેલી એપ્રિલ, 2015 પહેલાં કમ્પ્લિશન સર્ટિફિકેટ મળ્યું હશે તેમણે ખરીદદારો પાસેથી બાકીની રકમ પર 12 ટકા જીએસટી ચાર્જ કરવો પડશે. આમ થતા ડિફર્ડ ઈનવોઈસિંગની મદદ લઈને નીચા ટૅક્સ રેટનો લાભ લેવા માગતા કરદાતાઓ પર ભીંસ વધશે.
જો બિલ્ડર્સ નવા પાંચ ટકા જીએસટી (નોર્મલ હાઉસિંગ) અને એક ટકો એફોર્ડેબલ હાઉસિંગનો વિકલ્પ પસંદ કરવા માગતા હશે તો તેવા કિસ્સામાં તેમના ચાલુ પ્રોજેક્ટસમાં એકયુમ્યુલેટેડ ક્રેડિટ એડજસ્ટ નહીં કરી શકે. અગાઉ સીબીઆઈસીએ રિયલ એસ્ટેટ ડેવલપર્સને નવા જીએસટી રેટમાં માઈગ્રેશન 
થવા સંબંધિત પશ્નો અંગે સ્પષ્ટતા કરી હતી. નવા નિયમો એપ્રિલ મહિનાથી અમલી થયા હતા.

Published on: Sat, 18 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer