સ્થાનિક માગમાં ઘટાડો થતા અને વૈશ્વિક પ્રવાહોને કારણે સોના-ચાંદીમાં ઘટાડો

સ્થાનિક માગમાં ઘટાડો થતા અને વૈશ્વિક પ્રવાહોને કારણે સોના-ચાંદીમાં ઘટાડો
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.17 : એક તરફ અમેરિકા અને ચીન વચ્ચેના વ્યાપાર યુદ્ધમાં પરિસ્થિતિ સુધરે તેવા ચિન્હોની ગેરહાજરીમાં અને ડોલર મજબુત બનતા ન્યુયોર્ક બુલિયન એક્સચેંજ ખાતે સોનુ એક મહિનાની સૌથી નીચી સપાટીએ પહોંચ્યા પછી આજે સ્થિર રહ્યુ હતુ. તો બીજી તરફ વિશ્વભરમાં સ્ટોકના ભાવોમાં ઘટાડો નોંધાયો હતો.
આજે સવારે 10 :17 કલાકે ન્યુયોર્કમાં હાજર સોનુ એક ઔન્સના 1285.01 ડોલર હતુ અને યુ.એસ. સોનુ વાયદો  થોડો ઘટી એક ઔન્સના 1285.10 ડોલર થઈ ગયો હતો.ગઈ કાલે હાજર સોનુ 0.8% ઘટયુ હતુ જે એપ્રિલ પછી સૌથી મોટો ઘટાડો હતો.એક તરફ નાણાકિય બજારોમાં અચોક્કસતાઓને કારણે સોનાને ટેકો છે તો બીજી તરફ ડોલર ઓછામાં ઓછા બે સપ્તાહ સુધી મજબુત રહેવાની ધારણા છે. સોનુ કદાચ 1283 ડોલરનો સપોર્ટ તોડીને 1264ના નવા સપોર્ટે પહોંચે એમ નિષ્ણાતો માને છે. ચાંદી હાજર 0.7% ઘટી અને એક ઔન્સના 14.46 ડોલર પહોંચી હતી તો પ્લેટિનમ પણ 0.6% ઘટી એક ઔન્સના 824.95 ડોલર અને પેલેડિયમ એક ઔન્સન 1320.43 ડોલર થઈ ગયું હતુ.
બીજી તરફ દિલ્હીમાં વેપારીઓની સોનાની ઘટેલી માગ અને વૈશ્વિક પરિસ્થિતિના પગલે પગલે સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ રુ.160નો ઘટાડો થઈ અને ભાવ રુ.33170 થયા હતા જ્યારે ચાંદીના ભાવમાં 1 કિલોએ રુ..625 ઘટી ભાવ રુ.37625 થયા હતા.વેપારીઓએ જણાવ્યું હતું કે વિદેશના નબળા પ્રવાહો પાછળ તેમજ સ્થાનિક ઝવેરીઓની માગ ઘટવાને કારણે સોનામાં નરમાઈ છે.
દરમ્યાન રાજકોટ ચોકસી બજારમાં બન્ને કિમતી ધાતુના ભાવોમાં ઘટાડો હતો અને સોનુ 99.9 ટચ 10 ગ્રામ રુ.200 ઘટી રુ.33000 થયું હતુ અને ચાંદી 999ટચ 1 કિલો રુ.550 ઘટી રુ.37200 થઈ હતી.

Published on: Sat, 18 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer